Sunday 18 December 2011

CHAMPAKLAL GURU

રવિવારે મુસાફરી નો યોગ બને તોઆર્થિક નુકસાન તેમજ કજીયો કંકાસ થાય છે ,
સોમવારે મુસાફરી કરવાથી યોગ્ય વસ્તુના દર્શન થાય છે .
મંગળવારે  મુસાફરી કરવાથી અગ્નિ ,ચોર .અને તાવનો ભય  રહે છે .
બુધવારે યાત્રા કરવાથી દ્રવ્ય અને સુખની પ્રાપ્તિ થાય છે .
ગુરુવારે યાત્રા કરવાથી આરોગ્ય અને સુખ મળે છે
શુક્રવારે યાત્રા કરવાથી લાભ થાય છે
શનિવારે યાત્રા કરવાથી બંધન તથા નુકસાન થાય છે ..

યાત્રા માં શુભ નક્ષત્રો 
  મૃગશીર્ષ ,પુનર્વસુ ,હસ્ત ,પુષ્ય ,અનુરાધા ,અશ્વિની ,શ્રવણ ,ઘનીષ્ઠ ,રેવતી નક્ષત્રો લેવા .

દિશા શુળ
શનિવારે અને સોમવારે પૂર્વ દિશામાં
ગુરુવારે દક્ષીણ દિશામાં
શુક્રવારે પશ્ચિમ દિશામાં
બુધવારે અને મંગળવારે ઉત્તર દિશામાં શુળ રહે છે .

કાળ નો વાસ 
રવિવારે ઉત્તર દિશામાં ,સોમવારે વાયવ્ય ખૂણામાં , મંગળવારે પશ્ચિમ દિશામાં , બુધવારે નૈઋત્ય ખૂણામાં ,
ગુરુવારે દક્ષિણ દિશામાં ,શુક્રવારે અગ્નિ ખૂણામાં ,શનિવારે પૂર્વ દિશામાં કાલનો વાસ છે ,જે યાત્રામાં વર્જિત છે .પંચકમાં દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી .

સમય શુળ
પ્રાતઃ  કાળે પૂર્વ દિશામાં ,સાંય કાળે પશ્ચિમ દિશામાં ,બપોરે દક્ષિણ દિશામાં , મધ્ય રાત્રીએ ઉત્તર દિશામાં શુળ હોય તો તે સમયે તે દિશામાંપ્રયાણ ન કરવું .

રાહુનું સ્થાન 
રવિવારે નૈઋત્ય ખૂણામાં ,સોમવારે ઉત્તર દિશામાં ,મંગળવારે અગ્નિ ખૂણામાં ,બુધવારે પશ્ચિમ દિશામાં ,ગુરુવારે ઇશાન ખૂણામાં ,શુક્રવારે દક્ષિણ  દિશામાં ,શનિવારે પૂર્વ દિશામાં રાહુનું સ્થાન હોય છે

ચંદ્ર્વાસ ફળ 
મેશ ,સિંહ,અને ધન રાશિમાં ચંદ્રમાં પૂર્વ દિશામાં જાણવો
વૃષભ ,કન્યા અને મકરનો ચંદ્ર દક્ષિણ દિશામાં જાણવો
મિથુન ,તુલા, કુંભ .રાશિનો ચંદ્રમાં દક્ષિણ દિશામાં જાણવો .
કર્ક ,વૃષભ અને મીનનો ચંદ્ર ઉત્તર દિશામાં જાણવો
સન્મુખ ચંદ્રમાં હોય અને એમાં પ્રયાણ થાય તો લાભકારી રહે ..જમણે ચંદ્ર રહે તો સુખ સંપત્તિ મળે છે .ડાબા ભાગમાં હોય તો ધનનો ક્ષય થાય છે અને પાછલાભાગમાં  હોય તો યાત્રામાં મરણ જેટલું દુખ ઉભું કરે છે

ભદ્રા વાસ તેમજ ફળ 
મેશ,સિંહ,વૃશ્ચિક ,મીન રાશિમાં ચંદ્રમાં ભદ્રનો વાસ સ્વર્ગ લોકમાં હોય છે ,
કન્યા ,તુલા ,ધન  અને મકર રાશિના ચંદ્રમાં ભદ્રાનો વાસ પાતાળ લોકમાં હોય છે .
કર્ક,કુંભ,વૃષભ અને મિથુન રાશિના ચન્દ્રમા ભદ્રા નો વાસ  મૃત્યુ લોકમાં હોય છે .
સ્વર્ગ લોકમાં રહેલી ભદ્રા શુભ જાણવી .
પાતાળમાં રહેલી ભદ્રા ધનનો લાભ કરે છે .
મૃત્યુલોકની ભદ્રા સર્વનાશ કરે છે .
દિવસની ભદ્રા રાત્રીમાં અને રાત્રીની ભદ્રા દિવસમાં દોષવાળી બનતી નથી .
ભદ્રનો ઉપયોગ :-યુદ્ધ ,રાજદ્ર્શ્ન ,ભગ ,વન,ઘાત,પાટ,હય,અશ્વ,ગૃહયાત્ન ,સ્ત્રી સેવન ,રુતુગમન ,ગાડી એ સર્વ કાર્યોમાં ભદ્રા ગ્રહણ કરવી .ભદ્રામાં રક્ષાબંધન ,અને હોળી પ્રગટાવવાનો નિષેધ છે .ભદ્રામાં શુભ કર્યો કરવા યોગ્ય નથી .

 ભદ્રાનાં નામ :-
નંદની ,રૌદ્રી,દુર્મુખી ,સુમુખી ,મિશ્રી,,વૈષ્ણ , હસ્ત ..

યોગીની વાસ  તેમજ ફળ 
 પ્રતિપદા અને નવમી ના દિવસે પૂર્વ દિશામાં યોગીનીનો વાસ હોય છે
બીજ અને દશમી ના   દિવસે ઉત્તર દિશામાં વાસ હોય છે .
ત્રીજ અને એકાદશીના દિવસે અગ્નિ દિશામાં ,ચોથ અને બારસના દિવસે નૈઋત્ય કોણમાં  પંચમ અને તેરસના દિવસે દક્ષીણ દિશામાં ,છઠ અને ચૌદસના દિવસે પશ્ચિમ દિશામાં ,સાતમ અને પુનમ ના દિવસે  વાયવ્ય ખૂણામાં ,અમાવ્શ્ય અને આઠમ ના દિવસે ઇશાન ખૂણામાં યોગીનીનો વાસ જાણવો .પાછળ,ડાબા,અને જમના ભાગમાં યોગીની સારી જાણવી .સન્મુખ યોગીની મરણપ્રદા  જાણવી

દોષ નિવારણ 
રવિવારે ઘી,સોમવારે દૂધ ,મંગળવારે ગોળ ,બુધવારે તેલ ,ગુરુવારે દહીં ,શુક્રવારે જવ ,
શનિવારે અડદ ,શુલ તેમજ બીજા દોષો હોય તો ઉપરની વસ્તુઓં ખાઈને નીકળવું .

શુભ ચોઘડિયા 
અમૃત ,ચલ,લાભ,શુભ,

શુભ હોરા 
ચંદ્ર ,બુધ ,ગુરુ,શુક્ર

શુભ તિથી  
૧-૨-૩-૫-૭-૧૦-૧૧-૧૩ વદમાં
૨-૫-૯- સુદમાં

શુભવાર 
સોમવાર ,બુધવાર ,ગુરુવાર ,શુક્રવાર

શુભ ચંદ્ર 
જન્મ નક્ષત્ર થી ગણતા ૧-૨-૩-૬-૧૦-૧૧-લેવો 

વધુ માહિતી માટે  અમોને ઈમેલ કરો .અમારું ઈમેલ સરનામું છે champaklalguru@gmail.com

more information  
www.champaklalguru.blogspot.com









No comments:

Post a Comment