Tuesday 20 December 2011

CHAMPAKLAL GURU

 આદુ

આદુ નો રસ તીખો હોય છે .આદુ રૂચી પેદા કરી ભૂખ લગાડે છે .
આદુ મોમાં રાખ્વાથી અવાજ ચોખ્ખો થાય  છે

મંદાગ્ની 
જમ્યા પહેલા કે જમતી વખતે આદુની કાતરી સિંધવ અને લીંબુ મેળવીને ખાવી અથવા આદુનો રસ પીવાનું રાખવું .

શરદી 
ચોખ્ખું મધ મેળવેલો આદુનો રસ સવારે અને રાત્રે  પીવાનો રાખવો .આદુના રસને ગરમ કરી કપાળે લેપ કરવો .
ઉધરસ 
કફ પડતો હોય તેવી ઉધરસમાં આદુનો રસ ચોખ્ખા મધ તથા તુલસીના પણ સાથે સવારે ,બપોરે અને રાત્રે લેવો  સુકી ઉધરસમાં મીઠામાં બોળેલા આદુના ટુકડા ચૂસ્યા કરવા .આદુનો રસ સિંધવ મેળવીને પીવો .

આમલીના ફાયદા

અરુચિ અથવા લુ લાગવી
ઉનાળામાં તાપને કરને ભૂખ લગતી ન હોય તો saf આમલી માંથી આંબલીયા કાઠી તેના ગર્ભ પાણીમાં પલાળી રાખવો .ગર્ભ પોચો થાય ત્યારે તેને ચોળીને ગોળ અથવા ખાંડ મેળવો અને તેને ગલી લો .અને તેનો ઉપયોગ કરો .

જીરું 
ઝાડા 
જીરાનું ચમચી ચૂર્ણ છાશ કે ધી સાથે કલાકે કલાકે લેવું .
આફરો
જીરું ,હિંગ અને મીઠાની ફાકી મારવી  તેમજ પીસીને ગરમ કરી તેનો લેપ પેટ ઉપર કરવો .

મંદાગ્ની
જુના ગોલમાં મીઠાની ભૂખી મેળવી તેની ગોળી   કરી સવાર સાંજ ખાવી .

ધાણા
તરસ /દાહ
ધાણાને પાણીમાં પલાળી રાખવા ધાણાને મસળીને તેમાં ખાંડ નાખ્યા બાદ પીવું
ઝાડા 
મોળી છાશ માં ધાણા જીરું નું ચૂર્ણ વારંવાર લેવું .

ફૂદીનો 

શરદી 
ફુદીના નો રસ ચોખ્ખા મધમાં સવારે,બપોરે  અને રાત્રે એક એક ચમચી લેવો .

ઉદર શૂળ / ગેસ
ફુદીનાનો રસ ગરમ કરી તેમાં મીઠું,સિંધવ કે સંચળ મેળવી તથા હિંગ મેળવી ને પીવો

મરી
શરદી 
તુલસી કે આદુના રસમાં મરીનું ચપટી  ચૂર્ણ સવારે સાંજે અને રાત્રે લેવું
મરીનું ચૂર્ણ મધમાં ચાટવું
નાક બંધ થી જતું હોય તો સ્વચ્છ કપડામાં ચૂર્ણ બાંધી નાની પોટલી કરીને સુંઘ્યા કરવી .કપાળે મરીનો લેપ કરવો .

ઉધરસ 
સુકી ઉધરસમાં મરીનું ચૂર્ણ .સિંધવ અને તલતેલમાં રોજ ત્રણ -ચાર વખત ચાટવું ,
મરીનું અથાણું ખાવું , કફ નીકળતો હોય તેવી ઉધરસમાં મરીનું ચૂર્ણ ચોખ્ખા મધમાં ત્રણ છાર વાર ચાટવું ભોજનમાં મરીનો ઉપયોગ વધુ કરશો
શીરશુલ
સુંઠ ના  બારીક ચૂર્ણ સાથે મરીનું બારીક ચૂર્ણ મેળવીને તેમાં થોડું દૂધ નાંખો  અને નાની વાડકીમાં ધીમા તાપે હલાવતા રહી ગરમ કરો તેનો લેપ લ્પાલે કરવાથી માથાનો દુખાવો મટે છે  .

ચક્કર
ફેર ચડતા હોય ત્યારે ઘી અને ખાંડમા ચપટી મરીનું ચૂર્ણ મેળવી સવારે સાંજે ચાટી જવું.

 મીઠું
કોઈ પણ ઝેર પેટમાં ગયું હોય તો તરત ઉલટી કરાવી નાખવા રાઈ અને મીઠાના ચૂર્ણ ને મેળવી ને પાયા કરવું .
રોગચાળા વખતે
ઝાડા ,ઉલટી ,કોલેરા વગેરે વાયરા વખતે એનાથી બચવા મટે રોજ જમતી વખતે લીંબુની ફાળ ઉપર મીઠું ભભરાવીને ચૂસવું ,.
કોલેરા થયો હોય તેવા તેવાદીને મીઠું નાખેલ લીંબુનો રસ કે નાલીયેરીનું પાણી સતત આપવું જોઈએ .

અરુચિ.
ભોજનમાં રૂચી ન થતી હોય તેમણે લીંબુની ફાડમાં  મીઠું ભભરાવી ને ચૂસવું  જોઈએ
ઉબકા 
લીંબુના રસમાં મીઠું ,મરી અને મધ મેળવીને વારં વાર પાવું .લીંબુની ચીરી પર મીઠું મેળવીને ચૂસ્યા કરવું

મેથી 
કેડનો દુખાવો /એડીનો દુખાવો /સાંધાનો દુખાવો
મેથીની ભાજી ખાવી ,મેથી ધાણા અને લસણ નાખેલું શાક ખાવું .મેથીના દાન ગળવા .મેથીનું ચૂર્ણ ફક્યું ,તેની પોટલી બનાવી શેક કરવો
રાઈ
શુલ ,દુખાવો,વેદના 

રાઈનો લેપ કરવો  અથવા ગુગલને પાણીમાં ગરમ કરી તેનું પાણી થાય તેમાં રાઈનું barik ચૂર્ણ કરી teno લેપ લગાડવો ,
શરદી 
રાઈનું ચૂર્ણ મધમાં સવારે ,બપોરે સાંજે અને રાત્રે ચાટવું .તથા કપાળે લેપ કરવો .

હળદર 
કાકડા 
ચપટી તાજું હળદર નું ચૂર્ણ ચોખ્ખા  મધ સાથે સવારે સાંજે  અને રાત્રે ચાટી જવું .
લીલી હળદરના ટુકડા કરવા કરવા .હળદર મેળવેલા ગરમ પાણી થી કોગળા કરવા .આમાં થોડું મધ કે મીઠું પણ મેળવી શકાય .ગાળાની ભાર હળદર નો લેપ કરવો કે પોતા મુકવા
ઉધરસ 
સુકી ઉધરસ માં હળદર નાખેલું ગરમ દૂધ સવારે અને સાંજે પીવું
શરદી 
ઉકળતા પાણીમાં હળદર નાખીને નસ લેવો .હળદરના ચૂર્ણ માં મારી અને અજમાનું ચૂર્ણ મેળવી ને  મધમાં ચાટવું કે ગરમ   પાણી માં પીવું
સાદ બેસી જવો 
હળદર નાખેલું ગરમ દૂધ પીવાથી અવાજ ખુલે છે

હિંગ
આફરો
કોઈ પણ કરને પેટમાં દુખાવો થતો હોય તો હિંગ ને તાલ તેલ કે કે કોઈ પણ તેલમાં ગરમ કરી મીઠું મેળવી ને  પેટ ઉપર ચોપડવી અને તેના ઉપર શેક કરવો  .ગોળ અને ઘીમાં હીંગના ચૂર્ણ ની ગોલીઓં બનાવી ગલાવવી .મધમાં થોડી હિંગ લીને પણ ચટાડી શકાય   
શિર શુલ -આધાશીશી 
દુધમાં હિંગ અને સુંઠ ને ગરમ કરી કપાળે લેપ કરવો

આયુર્વેદની વધુ માહિતી માટે નીચેની સાઈટ ઉપર ક્લિક કરો 
www.champaklalguru.blogspot.com

.
 
.
  


  

No comments:

Post a Comment