Thursday 29 December 2011

CHAMPAKLAL GURU 'S TRIK

કાગડા થકી શુકન 
ગામ જતા કે ઘરથી બહાર નીકળતા કાગડો જમણી દિશાથી ડાબી દિશા તરફ જાય તો ધારેલું કાર્ય સિદ્ધ થાય

ગામ જતા કાગડો વડની ડાળ ઉપર ઉડીને બેસે અને બોલે તો ધનનો લાભ સમજવો

ગામ જતા કાગડો ચાંચથી  જમીન ખોતરે ,જમીનમાં ચાંચો મારે ને માટી કાઢે  તો જે કાર્ય ચીતવ્યું હોય તે સિદ્ધ થાય .

ગામ જતા કાગડો દુધાળા ઝાડ ઉપર બેસી ચાંચ ઘસતો માલુમ પડે તો ધન લાભ થાય

કાગડા થકી અપશુકન 
ગામ કે બહાર જતા કાગડો બોરડી ,બાવળ કે એવા કંટાળા ઝાડ પર બોલે તો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તકરાર થાય .

ગામ જતા કાગડો સામે આવતો માલુમ પડે ,વાહન ઉપર બેસે ,તો તે માર્ગે જવું નહિ પણ બીજી  દિશા તરફ થોડા ચાલીને પછી જવું કારણ કે આ ભયંકર આફતની નિશાની ગણાય છે .

કાગડો જમણી બાજુ પાંખ ફફડાવે તો તે દિવસે પરગામ જવાનું માંડી વાળવું. આ દ્રશ્ય એ ત્રણ વાર માલુમ પડે તો ઘરથી  બહાર ન જવું .આ અપશુકન એવા છે કે બહાર ગયેલો ઘેર પાછો આવતો નથી .

કાગડો ડાબી દિશાએથી જમણી તરફ બે ત્રણ વાર ચક્કર મારે તો બંધન ,મરણ, આફતના સમાચાર જાણવા.
 
     

No comments:

Post a Comment