Sunday 29 January 2012

champaklalguru

                                                      વિવાહ  મુહુર્ત 
જયારે છોકરા છોકરીઓ ઉંમર લાયક થાય  છે ત્યારે લગ્નના પ્રસંગો ઉભા થાય છે .તે વખતે છોકરા છોકરીની કુંડલી જોવામાં આવે છે .
તેમાં  છોકરાને કે છોકરીને ઘાટડીએ  કે પાઘડીએ મંગલ છે તે જોવામાં આવે છે .તેમાં વર  કન્યાની જન્મ કુંડળીમાં (જન્મ લગ્ન ) કુંડળીમાં  ચોથા ,સાતમાં આઠમાં અને બારમાં સ્થાનમાં મંગલ હોય તો તે પાઘડીએ મંગલ કહેવાય છે તેમજ સાતમાં સ્થાનનો માલિક હોય અથવા અન્યોન્ય થકી નીચ  બનતો હોય તો તે પણ ખરાબ ગણાય .આવા  મંગલ વાલાએ સામેની વ્યક્તિ  મંગલ વાળી શોધવી ,જે માટે મંગળના સ્થાનોમાં જો શની હોય તો દોષ ઓછો થાય છે.
     જે વ્યક્તિનો મંગલ લગ્નમાં મેશ રાશિનો આઠમાં સ્થાનમાં વૃશ્ચિક રાશિનો 
સાતમાં સ્થાનમાં મીન રાશિનો ,
આઠમાં સ્થાનમાં કુંભ રાશિનો અને બારમાં સ્થાનમાં ધન રાશિનો હોય તો તેને મંગળના દોષ વાળો  ગણાતો નથી  દોષ હોય તો લગ્ન પહેલા કુંભ ,પીપળો અને અર્ક વિવાહ કરવાનો ઉપાય શાસ્ત્ર કરો બતાવે છે .તે પ્રમાણે કરવાથી મંગળનો દોષ અઓછો થાય છે અને લગ્ન જીવનના અવરોધો અઓછા થાય છે 
   મંગલ ઉચ્ચનો ,સ્વગૃહી નો સૂર્યની સશીનો ,ગુરુના ઘરમાં હોય ત્યારે બહુ દોષ કારક   બનતો નથી . 
મંગલ ઉપર ગુરુની દ્રષ્ટિ હોય તો પણ મંગળનો દોષ નાશ પામે છે .
આ સિવાય શની 1-2-7-8-10 આ સ્થાનોમાં હોય તોપણ લગ્ન જીવનમાં અવરોધ    આવે છે .
જન્મ કુંડળીમાં શની આઠમાં કે બારમાં સ્થાનમાં હોય તો  લગ્ન જીવન વધુ  ખરાબ ગણવામાં આવે છે .
            વર કન્યાની    કુંડળીમાં આઠ પ્રકારના યોગો જોવામાં આવે છે .તેમજ વધુ વિગત માટે અહી ક્લિક  કરો  www.champaklalguru.blogspot.com    

No comments:

Post a Comment