Saturday 14 January 2012

CHAMPAKLAL GURU

જુઠો સાક્ષી આવતા જન્મે ભિખારી થાય 
જે માનવી જુઠી સાક્ષી આપે છે તે નાગો બોડકો ,ભૂખ્યો ,તરસ્યો અને અંધ થઈ ,ખપ્પર લઈ શત્રુને ઘેર ભીખ માગવા જાય છે અને રજ્ળતો તો ભિખારી થઈ જાય છે ,ગાંડો,નાગો  બની આ લોકમાં ફરે છે ઋગ્વેદ-૧(૧૫૧)


 ન્યાયના નિર્ણય વિષે પુછાય ત્યારે જે સાક્ષી પ્રશ્નો  નો જવાબ ખોટો આપે છે તે પાપી ઉંધે મસ્તકે  અંધારા નરકમાં પડે છે .૯૪ મનુ સ્મૃતિ


જે પુરુષ ન્યાયાલયમાં પોતે નજરે નહિ જોયેલી હોય તેવી જુઠી વાત કહે છે તે પુરુષ આંધળો જેમ કાંટાવાળા માછલા ખાવાથી મોટું દુખ પામે છે તેમ જ મોટું દુખ ભોગવે છે, ૯૫  મનુ સ્મૃતિ


હે સૌમ્ય !જે  સાક્ષીપણામાં   જુઠું બોલનારો મનુષ્ય પોતાના જેટલા સહસ્ત્ર બાંધવોને નરકમાં પાડે છે 
.
 અરે ભલા ભાઈ ,જન્મથી માંડીને તે જે કઈ પુણ્ય કર્યું હશે તે બધું જો તું જુઠું બોલીશ તો કુતરાને જશે .
મનુ સ્મૃતિ ૯૦


અરે ભલા ભાઈ !તું એમ મને છે કે હું એકલો જ જીવાત્મા રૂપે છું પણ તું એમ માનતો નહી કારણ કે તારા અંતરમાં પુણ્ય જોનાર આ પરમાત્મા નિત્ય રહ્યો છે .


પરમાત્મા તારા હૃદય માં જ રહ્યા છે એ વાતનો તને નિશ્ચય હોય તો તારા પાપના નાશ માટે તું ગંગાએ જતો નહી અને કુરુ  ક્ષેત્રમાં પણ જતો નહિ.


જુઠી સાક્ષી સો જન્મો સુધી બંધાય છે 
સાક્ષી પણામાં  જે જુઠું બોલે છે તે વરુણના પાશોથી અતિશય બંધાય છે અને સો જન્મ સુધી પરાધીન થાય છે ;એથી સાક્ષીપણામાં  સાચું જ કહેવું .મનુ સ્મૃતિ 82  

No comments:

Post a Comment