Friday 27 January 2012

CHAMPAKLAL GURU

                            પૂજાનું  સ્થાન 
મકાન બન્યા પછી રોજીંદી પૂજા અંગેનું સ્થાન પ્રવેશદ્વારનો બીજો ખંડ છોડી ખંડમાં જમણી બાજુ  રાખવું 

પૂજા સ્થાનમાં દેવ દેવીના શાંતિ ભર્યા ચિત્રો રાખવા .આ ફોટાને માંગલિક ગણવા .

ગણેશજીની નાની આરસની કે ધાતુની   પ્રતિમા રોજીંદા પૂજન સ્થાનમાં રાખવી .ગણેશજીની સૂંઢ જમણી હોવી જોઈએ 
આયુધ થી સજ્જ હોય એવા શાસ્ત્રજુન કે યુદ્ધભૂમિ પર લડતા હોય તેવા ફોટા પૂજા સ્થાને ન રાખવા ,

સ્વસ્તિક યંત્ર અથવા પન્દ્રિયો યંત્ર ,વિસોયંત્ર તાંબા પર સોની મારફતે બનાવ્યા બાદ પુજ્નવીધીમાં લેવા 
.
પૂજાનું સ્થાન મોભની નીચે ન રાખવું ,દાદર નીચે કોઈ પણ સંજોગોમાં પૂજાનું સ્થાન ન રાખવું ,

સવા હાથની મોટી પ્રતિમા ઘરમાં ન રાખવી .

જ્યાં બાથરૂમ હોય ,પાયખાના હોય તેવી જગ્યાનો નિષેધ છે ,

જ્યાં પતિ -પત્ની ના સુવા માટેનો ઓરડો હોય ત્યાં પૂજા સ્થાન ન રાખવું ,

જ્યાંથી કાયમ આવન જાવન થતી હોય ત્યાં પૂજા સ્થાન ન રાખવું .

પૂજા સ્થાન પૂર્વ દિશામાં હોય તો ઉત્તમ ગણાય ,

પૂજન કરનાર પૂર્વ દિશામાં બેસી પૂજન કરે તે ઉત્તમ ગણાય 

પૂજા સ્થાન પાસેથી રજો ધર્મ વાળી   મહિલા પસાર થાય અને  છાયા પડે તેવા સ્થાને તે ન રાખવું .

શાંત જગ્યા હોય તેવા સ્થળે પૂજા સ્થાન અતિ ઉત્તમ 

પૂજાનું સ્થાન જ્યાં રસોડું હોય ત્યાં ન કરવું .

No comments:

Post a Comment