Thursday 2 February 2012

CHAMPAKLAL GURU

ગૃહ પ્રવેશ 
સૌ પ્રથમ ગૃહ પ્રવેશ વખતે પંચાંગ શુદ્ધિ જોવી પંચાંગ એટલે પાંચ અંગ 
(૧)તિથી 
(૨)વાર 
(૩)નક્ષત્ર 
(૪)યોગ 
(૫)કરણ
જો ગૃહ પ્રવેશ વખતે  રવી ,મંગલ વાર તેમજ તિથી ચોથ ,નવમ .ચૌદશ ,અમાવશ તથા નક્ષત્ર વિશાખા ,જયેષ્ઠા ,આદ્રા ,આશ્લેષા   ,મેઘા તથા   યોગ વૈધૃતિ ,વ્યતિપાત ,મહાપાત તથા કરણ વિષ્ટિ હોય તો પ્રવેશ કે ઘરનો આરંભ કરવો નહી અને જો કરીએ તો અનેક પ્રકારની આપત્તિઓ નો સામનો કરવો પડે .
ગૃહના આરંભ વખતે ઘરના માલિકના નક્ષત્રથી દૈનિક નક્ષત્ર ત્રીજું ,પાંચમું અને સાતમું નક્ષત્ર ના લેવું . જો લેવામાં આવે તો અનેક પ્રકારના દુખો જીવનમાં આવે છે .ગૃહ પ્રવેશ વખતે બાર રાશિઓના સૂર્યના ફલ  ખાસ જોવું .
વૃષભના સૂર્યમાં ગૃહ પ્રવેશ કરવાથી ધન ધાન્યની વૃદ્ધિ  થાય છે 
મિથુન સૂર્યમાં ગૃહ પ્રવેશ કરવાથી મૃત્યુ તુલ્ય કષ્ટ 
કર્ક સૂર્યમાં ગૃહ પ્રવેશ કરવાથી શુભ ફળદાયી 
સિંહના સૂર્યમાં ગૃહ પ્રવેશ કરવાથી કુટુંબ વૃદ્ધિ 
કન્યાના સૂર્યમાં ગૃહ પ્રવેશ કરવાથી રોગવૃદ્ધિ 
તુંલાના સૂર્યમાં ગૃહ પ્રવેશ કરવાથી સુખ સમૃદ્ધિ -શાંતિ 
વૃશ્ચિકના સૂર્યમાં ગૃહ પ્રવેશ કરવથી ધન ધાન્ય ની વૃદ્ધી.
ધનના સૂર્યમાં ગૃહ પ્રવેશ કરવાથી મોટા પ્રમાણમાં નુકસાન  
મકર સુર્યમાં ગૃહ પ્રવેશ કરવાથી ધન સંપતિની વૃદ્ધી .
કુંભના સૂર્યમાં ગૃહ પ્રવેશ કરવાથી રત્નોનો લાભ 
મીન સૂર્યમાં ગૃહ પ્રવેશ કરવાથી ચોર શત્રુનો ભય રહે છે 
 એટલે મિથુન .કન્યા  ,ધન અને મીનના સૂર્યમાં નવા મકાનનું નિર્માણ ન કરવું .   
  

No comments:

Post a Comment