Thursday 26 January 2012

CHAMPAKLAL GURU

                                 વાસ્તુ વિજ્ઞાન 
પ્રાચીન કાળથી હિંદુ ધર્મ ગ્રંથો માં ચુંબકીય પ્રવાહો ,દિશાઓ ,વાયુનો પ્રભાવ ,ગુરુત્વા કર્ષણ   પ્રભાવ ,ગુરુત્વકાર્ષ્ણના નિયમો ને લક્ષમાં રાખી ને વાસ્તુ શાસ્ત્ર ની રચના કરવામાં આવી છે .
વાસ્તુ શાસ્ત્રના નિયમોના પાલન   થી મનુષ્યના જીવનમાં સુખ શાંતિ આવે છે  અને ધન ધાન્યમાં વધારો થાય છે .
વાસ્તુ પૃથ્વી ,જલ,આકાશ ,વાયુ અને અગ્નિ એ પાંચ તત્વો ના સમપ્રમાણ સંમિશ્રણ નું નામ છે .તથા તેના યોગ્ય   સંમિશ્રણ થી બોયો ઇલેક્ટ્રિક મેગ્નેટિક એનર્જી ઉત્પન્ન થય છે .જેનાથી મનુષ્યને ઉત્તમ સ્વાસ્થ્ય ,ધન અને ઐશ્વર્ય પાપ્ત થાય છે .
                   સૂર્યનો ઉદય થાય છે  ત્યારે સમસ્ત  જગતમાં પ્રાણ શક્તિનો સંચાર થાય છે .કેમ કે સૂર્ય કિરણોમાં સર્વ રોગોનો નાશ કરવાની શક્તિ રહેલી છે .
મકાનના નિર્માણમાં સૂર્ય ઉર્જા ,વાયુ ઉર્જા .ચંદ્ર ઉર્જા  વગેરેનો પૃથ્વી પર મુખ્ય  પ્રભાવ રહે  છે સૂર્ય ઉગે ત્યારે સૂર્યના કિરણો નો ભવનના દરેક્ભાગમાં પ્રવેશ કરી   શકે અને મનુષ્ય મનુષ્ય ઉર્જા મેળવી શકે કેમ  કે સૂર્યના પ્રાતઃ કાલીન કિરણો માં વિટામીન ડી નો અતિમૂલ્યવાન શ્રોત હોય છે જેનો પ્રભાવ આપણાં શરીર પર લોહીના માધ્યમ થી  સીધો પડે છે..
             બપોર પછી સૂર્ય કિરણો રેડિયો ધર્મીતાથી ગ્રસ્ત થવાને કરને શરીર પર વિપરીત પ્રભાવ પાડે છે.તેથી જ મકાનનું નિર્માણ કરતી વખતે  મકાનનું ઓરીએન્ટેશન એવી રીતે કરવું જોઈએ કે જેથી બપોરના સૂર્ય કિરણો ની અસર શરીર અને મકાન પર કમ સે કમ પડે .
      દક્ષીણ પશ્ચિમ ભાગના ભવન નિર્માણ કરતી વેળા પૂર્વ અને ઉત્તરનો ઢાળ એવી રીતે રાખવામાં આવે છે કે જેથી પ્રાતઃ કાળ ના સૂર્યના કિરણો નો લાભ મળે .સૂર્ય ના કિરણોમાં વિટામીન ડી .એફ ,અને  એ  રહેલા છે .રક્તવાહિનીઓના માધ્યમ થી   આપનું  શરીર આવસ્ય્કતા  પ્રમાણે વિટામીન ડી ગ્રહણ કરતું રહે છે ..
જો પૂર્વનું ક્ષેત્ર પશ્ચિમના ક્ષેત્રથી નીચું હોય ને દરવાજા બારણાં ,બારીઓ વગેરે હોવાને કારણે પ્રાતઃ કાલીન સૂર્યના કિરણો નો લાભ આખા ભવનને મળતો રહે .પૂર્વ અને પશ્ચિમ ભાગ વધારે ખુલ્લો રાખવાથી ભવનમાં પવન કશાય અવરોધ  રુકાવટ વગર પ્રવેશ કરે અને ચુંબકીય કિરણો કે જે ઉત્તરથી દક્ષીણ દિશામાં આવતા રહે અને તેમાં કશી પણ રુકાવટ અવરોધ નહિ  થાય અને દક્ષીણ -પશ્ચિમની  નાની નાની બારીઓ માંથી ધીરે ધીરે વાયુની અવર જવર થતી રહે .તેના થી વાયુ મંડળ નું પ્રદુષણ દુર થતું રહેશે .
     દક્ષીણ -પશ્ચિમ ભાગમાં ભવનને વધુ ઊંચું રાખવાનું કારણ તથા મોટી દીવાલ બનાવવાનું તથા દાદર -સીડીઓ વગેરે નો ભાર પણ દિશામાં રાખવો .ભારે યંત્ર -મશીનરી ,વજનદાર સામાનનો સ્ટોર વગેરે પણ બનાવવાનું મુખ્ય કારણ એ  છે કે પૃથ્વી સૂર્યનું પરિભ્રમણ પરિક્રમા દક્ષિણ દિશામાં કરે છે તો તે એક વિશેષ કોણીય સ્થિતિમાં કરે છે .તેથી આ ભાગમાં વધુ ભાર રાખવાથી સંતુલન રહે છે તથા સૂર્યની ગરમી એ ભાગમાં રહેવાને કારણે તેને બચાવી પણ શકાય છે .ગરમીમાં -ઉનાળામાં એ ભાગમાં ઠંડક અને શિયાળામાં ચોમાસામાં ગરમી નો અનુભવ પણ કરી શકાય છે .
             દક્ષીણ -પશ્ચિમ માં નાની નાની અને ઓછી બારીઓ રાખવાનું  મુખ્ય કારણ છે કે ઉનાળામાં ઠંડક રહે કેમ કે ભૂખંડ પૃથી પર દક્ષીણ પશ્ચિમ ખુલ્લી હવા ગ્રહણ   થી ને ઠંડીમાં વિશેષ દબાણ થી ઓરડામાં   પહોચીને ઓરડાઓ  ગરમ  કરે છે .અને હવા રોશનદાન વેન્તી લેશન   અને નાની બારીઓ માંથી   ભવનમાં ઉનાળામાં ગરમીમાં તાપ ઓછો રહેવાથી વધુ મોલીક્યુબ્લ દબાણને કારણે ભવનને ઠંડુ રાખે છે અને તે સાથે વાતાવરણને શુદ્ધ કરવામાં પણ સહાયભૂત  થાય છે ...   
   

No comments:

Post a Comment