Saturday 14 January 2012

CHAMPAKLAL GURU

માનું સ્મૃતિ માં ૪૦ માં શ્લોક માં  કહ્યું છે કે :- ઓછી દક્ષિણા વાળો યજ્ઞ  ઇન્દ્રિયો ,યશ, સ્વર્ગ ,આયુષ્ય ,કીર્તિ પ્રજા અને પશુ ઓને હણે છે તેથી થોડા ધન વાળા એ યજ્ઞન કરવો નહી .

પ્રાયશ્ચિત 
પ્રાય એટલે તપ કહેવાય ને ચિત્ત એટલે નિશ્ચય ;તેથી નિશ્ચય સહિતના તપ ને જ શાસ્ત્રમાં પ્રાયશ્ચિત કહ્યું છે .
કેટલાક દુષ્ટ માણસો ય પૂર્વ જન્મોમાં કરેલા કૃત્યો  થી અને તેઓ એ કરેલા ખરાબ કર્મો થી વિકૃતિ પામે છે 
સોનાની ચોરી કરનાર ના નખ ખરાબ થાય છે 
દારૂદીયાના દાંત કાળા થાય છે 
બ્રહ્મ હત્યારો ક્ષય રોગી થાય છે
ગુરુ પત્ની સાથે ગમન કરનાર ને ચર્મ રોગો થાય છે .
અન્ન  ચોર અંગહીન થાય છે
તેમાં ભેળસેળ કરનારા અંગ વધારાવાલો થાય છે
 પકાધન નાં  ચોરને  મંદાગ્ની થાય છે
વાણીનો ચોર મૂંગો થાય છે
કાપડ ચોરને શ્વેત કોઢ થાય છે.
ઘોડો ચોરનાર પાંગળો કે લંગડો થાય છે .
એમ વિવિધ પ્રકારના કર્મોને લીધે લોકો  જડ ,મૂંગા ,અંધ ,બધીર તથા બેડોળઆકૃતિવાળા જન્મે છે  અને તેઓ સજ્જનો થી નિંદિત થાય છે મનુ  સ્મૃતિ :-૪૯,૫૦,૫૧,૫૨

પાપ કરીને સંતાપ કરનાર એ પાપ માંથી છૂટી જાય છે તેમજ આવું ફરીથી કરું નહી એમ નિવૃત રૂપી નિશ્ચય કરવાથી તે પણ પવિત્ર થાય  છે  ૨૩૦ મનુ સ્મૃતિ

  મનુષ્ય અધર્મ અચ્રીને જેમ જેમ પોતાની મેળે જ પ્રગટ કરે છે તેમ તેમ સર્પ  જેમ કાંચળી થી છુટે તેમ તે અધર્મ થી છૂટે છે .૨૨૮
તેનું મન જેમ જેમ પોતાના પાપ કર્મને નિંદે છે તેમ તેમ શરીર તે અધર્મથી છૂટે છે .   .
 

No comments:

Post a Comment