Friday 27 January 2012

CHAMPAKLAL GURU

                    ઘર  પ્રવેશ ક્યારે ?
ઘર બંધાયા પછી તે ઘરમાં પ્રવેશ ક્યાં મહિનામાં કરવાથી શું ફળ મળે ?
કારતક  માસમાં ઘરમાં પ્રવેશ કરવામાં આવે તો ઘરના ચાકર  તેમજ શાંતિનો નાશ થાય .
માગશર તેમજ પોષ  માસમાં ઘરમાં પ્રવેશ કરવામાં આવે તો  ધન ધાન્યની પ્રાપ્તિ થાય ,માઘ મહિનામાં નિષેધ છે કારણ કે અગ્નિનો ભય છે .
ફાગણ માસમાં ઘરમાં પ્રવેશ કરવાથી ઘરનો શુભારંગ તેમજ પ્રવેશ અતિ  ઉત્તમ   છે કારણ કે લક્ષ્મીની વૃદ્ધિ થાય છે .ચૈત્ર માસમાં ઘરનો આરંભ તથા ઘર પ્રવેશ કરવામાં આવે તો શોક ઉત્પન્ન થાય .
વૈશાખ માં ઘરનો આરંભ કે ઘરમાં પ્રવેશ કરવામાં આવે તો ધનની  પ્રાપ્તિ થાય .
જેઠ માસમાં ઘરનો આરંભ કે પ્રવેશ કરવમાં આવે તો પ્રથમ મૃત્યુ યોગ મળે 
અષાઢ માં એમ કરવામાં આવે તો પશુધન  તેમજ અન્ય નુકસાન થાય 
શ્રાવણમાં ઘરનો આરંભ કે પવેશ કરવામાં આવે તો પશુની વૃદ્ધિ ,ધન ધાન્યની વૃદ્ધિ થાય ,
ભાદરવામાં તેમ કરવામાં આવે તો ઘર શૂન્ય રહે  એટલે કે શાંતિ ન મળે 
આસોમાં તેમ કરવામાં આવે તો કલેશ થાય .
શાસ્ત્રો એ વૈશાખ ,શ્રાવણ ,પોષ ,માગસર અને ફાગણ માસને ઉત્તમતા આપી છે .
સંજોગો વશાત ઘરનો આરંભ અને પ્રવેશ  અખાત્રીજ   ,વસંત પંચમી .માણેકઠારી પૂનમે કરવામાં આવે નિષેધ નથી ..
 સંજોગો વસાત પુનમનો પડવો અને અમાસની બીજ નો દિવસ લઇ શકાય છે .
ઘરનો પાયો ખોદતા જમણી તરફ હોવો જોઈએ 
તેમાં ચાંદીનો અથવા પંચધાતુ મૂકી ચણતર કરવું ,બંધાયેલા મકાનમાં પ્રથમ  શ્રીફળ -પાણી ભરેલો માટીનો કુંભ ઘડો મુકવો . .
 

No comments:

Post a Comment